શ્રી લાભુભાઈ ટી. સોનાણી લિખિત ‘જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા’ પુસ્તકનાં વિવિધ પ્રકરણો આધારિત ‘મેં વાંચેલા પ્રેરક પ્રસંગો-વક્તુત્વ સ્પર્ધા’નું આયોજન…
રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લાશાખા દ્વારા તારીખ ૨૨ ડિસેમ્બર, ૨૦૧૭ને શુક્રવારના રોજશ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પટ્ટાંગણમાં શ્રી લાભુભાઈ ટી. સોનાણી લિખિત ‘જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા’ પુસ્તકના ‘મેં વાંચેલા પ્રેરક પ્રસંગો’ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. વિકલાંગ વ્યક્તિની શક્તિને વાચા આપતું અને સમાજ સમક્ષ પ્રેરણા પૂરી પાડતા આ પુસ્તક ‘જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા’ વિષે અલગ અલગ વર્તમાન પત્રો-મેગૅઝીનો વગેરેમાં જાણીતા લેખકો, સમાજ સુધારકો દ્વારા અવાર નવાર પ્રતિભાવો રજુ કરવામાં આવ્યા છે. શ્રી લાભુભાઈ સોનાણીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ સ્પર્ધાની શરૂઆત સવારે ૯.૦૦ કલાકે થઇ હતી જેમાં જિલ્લાની ૯૦ થી વધુ શાળાઓના ૧૮૦ થી વધુ બાળકો ભાગ લીધો હતો. અત્રે એ નોંધવું ઘટે કે, સામાન્ય રીતે વક્તુત્વ સ્પર્ધા વિદ્યાર્થીઓનાં મનપસંદ વિષય પર કે કોઈ એક થીમ આધારિત યોજાતી હોય છે. પરંતુ આ સ્પર્ધામાં કોઈ એક જ પુસ્તક પર વક્તુત્વ સ્પર્ધામાં મોટી સંખ્…