રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લાશાખા દ્વારા ‘જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા’ પુસ્તકનાં વિવિધ પ્રકરણો આધારિત ‘મેં વાંચેલા પ્રેરક પ્રસંગો-વક્તુત્વ સ્પર્ધા’નું આયોજન…


શ્રી લાભુભાઈ ટી. સોનાણી લિખિત ‘જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા’ પુસ્તકનાં વિવિધ પ્રકરણો આધારિત ‘મેં વાંચેલા પ્રેરક પ્રસંગો-વક્તુત્વ સ્પર્ધા’નું આયોજન…

રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લાશાખા દ્વારા તારીખ ૨૨ ડિસેમ્બર, ૨૦૧૭ને શુક્રવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પટ્ટાંગણમાં શ્રી લાભુભાઈ ટી. સોનાણી લિખિત ‘જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા’ પુસ્તકના ‘મેં વાંચેલા પ્રેરક પ્રસંગો’ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. વિકલાંગ વ્યક્તિની શક્તિને વાચા આપતું અને સમાજ સમક્ષ પ્રેરણા પૂરી પાડતા આ પુસ્તક ‘જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા’ વિષે અલગ અલગ વર્તમાન પત્રો-મેગૅઝીનો વગેરેમાં જાણીતા લેખકો, સમાજ સુધારકો દ્વારા અવાર નવાર પ્રતિભાવો રજુ કરવામાં આવ્યા છે. શ્રી લાભુભાઈ સોનાણીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ સ્પર્ધાની શરૂઆત સવારે ૯.૦૦ કલાકે થઇ હતી જેમાં જિલ્લાની ૯૦ થી વધુ શાળાઓના ૧૮૦ થી વધુ બાળકો ભાગ લીધો હતો. અત્રે એ નોંધવું ઘટે કે, સામાન્ય રીતે વક્તુત્વ સ્પર્ધા વિદ્યાર્થીઓનાં મનપસંદ વિષય પર કે કોઈ એક થીમ આધારિત યોજાતી હોય છે. પરંતુ આ સ્પર્ધામાં કોઈ એક જ પુસ્તક પર વક્તુત્વ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વક્તવ્ય આપ્યું હોય તેવો આ પ્રથમ બનાવ છે. સમગ્ર સ્પર્ધા પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં યોજાઈ હતી. પ્રાથમિક વિભાગમાંથી ૬ વિદ્યાર્થીઓ અને માધ્યમિક વિભાગમાંથી ૧૨ વિદ્યાથીઓએ ફાઈનલમાં પ્રવેશ મેળવેલ. જેમાંથી

પ્રાથમિક વિભાગમાં
પ્રથમ સ્થાને સોલંકી જીલ રમેશભાઈ (શ્રી વલ્લભીપુર માનસ કન્યા વિદ્યાલય),
દ્વિતીય સ્થાને બારૈયા રિધ્ધિ રોહિતભાઈ (શ્રી ઘનશ્યામનગર પ્રાથમિક શાળા)
તૃતીય સ્થાને મકવાણા મિત્તલ જીવણભાઈ (શ્રી ઘનશ્યામનગર પ્રાથમિક શાળા) રહેલ.

જ્યારે માધ્યમિક વિભાગમાં
પ્રથમ સ્થાને અંજારા નિશા જીવરાજભાઈ (શ્રી મુકતાલક્ષ્મી મહિલા વિદ્યાલય-ભાવનગર)
દ્વિતીય સ્થાને કાકડીયા વિશ્વકુમાર જીવરાજભાઈ (સંત શ્રી બજરંગદાસ બાપા હાઈસ્કૂલ-સણોસરા)
તૃતીય સ્થાને ડાભી દયાબેન ગોવિંદભાઈ (શ્રી એમ.ડી.પટેલ હાઈસ્કૂલ-ગારીયાધાર) રહ્યા હતા.

ફાઈનલમાં પ્રવેશ મેળવનાર પ્રત્યેક સ્પર્ધકને પ્રોત્સાહન રૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવેલ. જ્યારે મુખ્ય બન્ને વિભાગમાં પ્રથમ સ્થાને મેળવનાર સ્પર્ધકને રૂ. ૫૧૦૦/-, દ્વિતીય સ્થાન મેળવનાર સ્પર્ધકને રૂ. ૩૧૦૦/- અને તૃતીય સ્થાન મેળવનાર સ્પર્ધકને રૂ.૨૧૦૦/- નો રોકડ પુરસ્કાર તથા સ્પર્ધકોનાં ગુણાંકન આધારે પ્રથમ ત્રણ ક્રમે આવનાર સંસ્થાઓને ટ્રૉફી, ભાગ લેનાર પ્રત્યેક સ્પર્ધકોને પ્રોત્સાહન સ્વરૂપે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવેલ. આ પ્રસંગે સંસ્થાના માનદ્ મંત્રી, પુસ્તકનાં લેખક અને કાર્યક્રમનાં અધ્યક્ષશ્રી લાભુભાઈ સોનાણીએ સ્પધકો તથા તેમના માર્ગદર્શકોને સફળતાપૂર્વક ભાગ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તો ભાગ લેનાર દરેક સંસ્થાઓનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ સ્પર્ધાનો હેતુ સમજાવતા કહ્યું હતું કે ‘આજના વિદ્યાર્થીઓ, એ આવતીકાલનાં નાગરિકો, શિક્ષકો-પ્રૉફેસરો, નેતાઓ, ડોક્ટરો, વૈજ્ઞાનિકો, સંચાલકો બનશે. સ્પર્ધાના માધ્યમથી બાળકોમાં સંવેદનાનાં બીજ બાલ્યાવસ્થાથી જ રોપવાનો છે. જે ભવિષ્યમાં વિશાળ વટવૃક્ષ બની વિકલાંગોને આમ સમાજની મુખ્યધારામાં સમાવવા પ્રયત્ન કરશે.’ પોતાના જીવનમાં આવેલાં દુઃખો અને ઘટેલી ઘટનાઓને પોતાના જીવનનું પ્રેરણાબળ ગણાવતા લાભુભાઈએ દરેક સ્પધકોને સાભળ્યા હતા અને સ્પર્ધકો સાથે પોતાનાં જીવનનાં વિશેષ અનુભવો વ્યક્ત કરી પ્રેરિત કર્યા હતા.

કાર્યક્રમમાં નિર્ણાયકો તરીકે શ્રી નીતિનભાઈ ઉપાધ્યાય, શ્રી બળવંતભાઈ તેજાણી, શ્રી રાજેશભાઈ વડેરા,  શ્રી ઊમાકાંતભાઈ  રાજ્યગુરુ, શ્રી અમિતભાઈ કવિ, શ્રી બીપીનભાઈ પંડ્યા, શ્રી પરેશભાઈ શાહ, શ્રી બીપીનભાઈ ત્રિવેદી, શ્રી ક્રિષ્નાબેન શુક્લા, શ્રી તેજસભાઈ જાની, શ્રી આશિષભાઈ પંડ્યા, શ્રી દિલીપસિંહ ચૌહાણ અનેશ્રી પ્રવિણાબેન વાઘાણીએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના કર્મચારીઓએ  જહેમત ઉઠાવી હતી.

From : YouTube
અંજારા નિશા જીવરાજભાઈ (શ્રી મુકતાલક્ષ્મી મહિલા વિદ્યાલય-ભાવનગર)

કાકડીયા વિશ્વકુમાર જીવરાજભાઈ (સંત શ્રી બજરંગદાસ બાપા હાઈસ્કૂલ-સણોસરા)

ડાભી દયાબેન ગોવિંદભાઈ (શ્રી એમ.ડી.પટેલ હાઈસ્કૂલ-ગારીયાધાર)

સોલંકી જીલ રમેશભાઈ (શ્રી વલ્લભીપુર માનસ કન્યા વિદ્યાલય)

સ્થાને બારૈયા રિધ્ધિ રોહિતભાઈ (શ્રી ઘનશ્યામનગર પ્રાથમિક શાળા)

મકવાણા મિત્તલ જીવણભાઈ (શ્રી ઘનશ્યામનગર પ્રાથમિક શાળા)

No comments:

Post a Comment