હેલન કેલરની ૧૩૮ મી જન્મ-જયંતીની વિશેષ વાર્તાલાપ સાથે ઉજવણી કરાઈ (૨૬-૦૬-૨૦૧૮)


રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લાશાખા અને શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધશાળા ભાવનગર દ્વારા તારીખ 26/06/2018 ને બુધવારના રોજ સાંજે 4.00 કલાકે શાળાના પ્રાર્થના હોલમાં ‘જીવન એક યાત્રા- વિશિષ્ટ વાર્તાલાપ’ નું આયોજન કરી હેલન-કેલરની 138 મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ વાર્તાલાપમાં વક્તા તરીકે સંચાલકશ્રી લાભુભાઈ સોનાણીએ સેવા આપી હતી. તેઓએ તેમના વક્તવ્યની શરૂઆતમાં મલ્ટીપલ વિકલાંગતા ધરાવતી હેલન કેલરના જીવનને યાદને યાદ કર્યું હતું.

જીવન એક યાત્રા-વિશિષ્ટ વાર્તાલાપ અંતર્ગત શ્રી લાભુભાઈએ પોતાના વક્તવ્યમાં આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આર્યોના સોળ સંસ્કારની માહિતી આપી પરંપરાગત સંસ્કૃતિને જીવંત બનાવવા ભાર આપ્યો હતો. ત્યારબાદ તેઓએ માનવીનું જીવન કેવું હોવું જોઈએ તેની માહિતી મહાત્મા ગાંધી, નરસિંહ મહેતા, જેવા વિશિષ્ટ અને મહાન માનવીઓના જીવનનું ઉદાહરણ પ્રસ્તુત કરી સમજાવ્યું હતું. આ ઉપરાંત રસ્કિનનો સર્વોદયનો સિદ્ધાંત તેઓએ વકીલ અને વાળંદનાં સમાન વ્યવસાય, ખરો શ્રમ ખેડૂતનો અને  સર્વના ભલામાં મારુ ભલું જેવા  ઉદાહરણો સાથે આ સિદ્ધાંત  સમજાવ્યો હતો.

આ વાર્તાલાપ અંતર્ગત જન્મથી મૃત્યુ સુધીનું જીવન અને તેના વિવિધ પડાવો જેવા કે બાળપણ, જવાની અને વૃદ્ધત્વ વિશે ખુબ જ સુંદર જ્ઞાન આપેલ. આ પ્રસંગે સમગ્ર જીવન યાત્રા વિશે પ્રજ્ઞાચક્ષુ બાળકોની ટીમે ‘તાળી પાડો તો મારા રામની રે…’ ગીત રજુ કરી ઉપસ્થિત સૌ કોઈને અભિભૂત કર્યા હતા. આ પછી વક્તવ્યમાં આગળ વધતા મહાત્મા ગાંધી સાથે આફ્રિકામાં થયેલ અન્યાય પરિણામ શું મળ્યું છે ? આફ્રિકામાં ફેલાયેલા મરકી રોગના પીડિતોની સેવા દરમિયાન તેઓ રસ્કિનના પુસ્તકના  પરિચયમાં આવ્યા અને તેનામાં સેવાનું બીજ રોપાયું જેનું ફળ આપણે સૌ મેળવી રહ્યા છીએ. તેવા સુંદર ઉદાહરણ દ્વારા જીવનમાં ઘટતી દરેક ઘટના પાછળ કોઈ ચોક્કસ હેતુ અવશ્ય હોય છે તેવો ઉપદેશ આપ્યો હતો. ત્યાર બાદ જીવનનાં વિવિધ માઈલસ્ટોન શ્રીમદ્ ભાગવત ગીતાનાં ઉપદેશ અનુસાર પ્રકૃતિનાં ગુણોનાં આધારે નિઃસ્વાર્થ કર્મો કરવા જ્ઞાન આપેલ. આવી જ રીતે જીવનનું અતિમ લક્ષ્ય, આત્મબળ વધારવા માટે શું કરવું?, જીવન અને મૃત્યુ એક સિક્કાની બે બાજુ, સમગ્ર જીવન એક પત્તાના મહેલ જેવું હોય છે. જેને હવાનું એક છોકું પણ હચમચાવી શકે છે. માટે પત્તાના મહેલ રૂપી જીવનને મજબુત બનાવવા આંતરમનને મજબુત બનાવી યોગ્ય કર્મ વાળું જીવન જીવવું જોઈએ. તેમ સજાવ્યું હતું.

આ પ્રસંગે અંધ શાળાના માનદ્ મંત્રીશ્રી મહેશભાઈ પાઠક, ટ્રેઝરરશ્રી પંકજભાઈ ત્રિવેદી, આચાર્ય શ્રી ઘનશ્યામભાઈ બારૈયા, ટ્રસ્ટીશ્રી નીલાબેન સોનાણી, સંમિલિત શિક્ષણ યોજનાનાં વિશિષ્ટ શિક્ષકો, શાળાના શિક્ષકો અને બંને સંસ્થાના કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના પ્રખર વિદ્વાન ભાગવતાચાર્ય ડૉ. શ્રી કૃણાલભાઈ જોશીનાં વક્તવ્ય ‘ગીતા દર્શન’ નું દ્વિ-દિવસીય આયોજન...

રાજ્યના પ્રખર વિદ્વાન ભાગવતાચાર્ય ડૉ. શ્રી કૃણાલભાઈ જોશીનાં વક્તવ્ય ‘ગીતા દર્શન’ નું  
દ્વિ-દિવસીય આયોજન...


શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લાશાખાનાં સંયુક્ત ઉપક્રમે શ્રીમદ્ ભગવદ્ ગીતા પર રાજ્યના પ્રખર વિદ્વાન ડૉ. શ્રી કૃણાલભાઈ જોશીનું વક્તવ્ય ‘ગીતા દર્શન’ નું તા. 15 અને 16 જુલાઈ, 2018 રવિવાર અને સોમવાર બપોરે 3.30 થી સાજે 6 દરમિયાન દ્વિ-દિવસીય આયોજન કરવમાં આવેલ. અત્રે એ નોંધવું ઘટે કે દેશ-વિદેશનાં અનેક વિસ્તારમાં પોતાની મધુર વાણી દ્વારા જ્ઞાન ફેલાવનાર તેઓ રાજ્યના એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ ભાગવતાચાર્યશ્રી ડૉ. કૃણાલભાઈ જોશીને ગત તા. 13 નાં રોજ સંસ્કૃત સાહિત્ય અકાદમી-ગાંધીનગર દ્વારા યુવા ગૌરવ પૂરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે. તેમજ તેઓ રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સમ્માનિત થઈ ચૂક્યા છે. આમ અનેકો સિધ્ધિઓને પ્રાપ્ત કરનાર, પારંગત સંસ્કૃતના જ્ઞાની એવા વકતાશ્રી કૃણાલભાઈ જોષીનાં મુખેથી ગીતા સંદેશ સાંભળવાનો અનેરો લાવો ઉપસ્થિતોએ બહોળી સંખ્યામાં લીધો હતો. આ પ્રસંગે સંસ્થા સંચાલકશ્રી લાભુભાઈ સોનાણીએ જણાવ્યું હતું કે - 'આવા વ્યક્વ્ય દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓમાં આપણી પરંપરાગત સંસ્કૃતિને નજીકથી સમજવાની તક મળશે. તેમજ કૃણાલભાઈ જેવા પ્રખરજ્ઞાનીને  મળીને આત્મવિશ્વાસથી જીવન જીવવા પ્રેરણા મળશે.'
અખિલ હિંદ અંધજન ધ્વજદિન-૨૦૧૭ અંતર્ગત શ્રેષ્ઠ ફંડ એકત્રીત કરનાર જિલ્લાભરની ૨૫ સંસ્થાઓનું સન્માન કરાયું.


અખિલ હિંદ અંધજન ધ્વજદિન-૨૦૧૭ અંતર્ગત શ્રેષ્ઠ ફંડ એકત્રીત કરનાર જિલ્લાભરની ૨૫ સંસ્થાઓનું સન્માન કરાયું.

રાષ્ટ્રીય અંધજન મંડળ-ભાવનગર જિલ્લાશાખા દ્વારા પ્રતિવર્ષ ‘અખિલ હિન્દ અંધજન ધ્વજદિન’  એટલે કે નેશનલ ફ્લેગ-ડે ફોર ધ બ્લાઈંડની અલગ-અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. જેમાં ગતવર્ષ આ દીવસની ઉજવણી પાક્ષિક મહોત્સવ તરીકે કરવામાં આવી હતી. જેમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓનાં સર્વાંગી વિકાસ માટે ફંડ એકત્રિકરણ અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગતવર્ષે જિલ્લાભરની સંસ્થાઓએ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ માટે માતબર ફંડ એકત્રિત કરી સહયોગ પૂરો પાડ્યો હતો. આ માટે જિલ્લાભરમાંથી શ્રેષ્ઠ ફંડ એકત્રિત કરનાર ૨૫ સંસ્થાઓનું સન્માન કરી તેમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું. તા.૦૬/૦૭/૨૦૧૮ને શુક્રવારનાં રોજ અંધશાળા ખાતે યોજાયેલ સત્કાર સમારંભમાં જિલ્લાની સર્વશ્રેષ્ઠ શાળા તરીકેનું સન્માન માત્ર એક જ દિવસમાં રૂ. ૩૫,૦૦૦/- થી વધુ ફંડ એકત્રિત કરનાર શ્રી ગ્રામ દક્ષિણામૂર્તિ-માણારને આપવામાં આવ્યું હતું. જ્યારે જિલ્લાની સર્વશ્રેષ્ઠ કૉલેજ તરીકે લાઠીદડની  શ્રી ઉમિયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કૉલેજને તથા જિલ્લા શ્રેષ્ઠ માધ્યમિક શાળા તરીકે શ્રી સત્યનારાયણ વિદ્યાલય-સથરાને ટ્રોફી અર્પણ કરી સન્માંનિત કરવમાં આવી હતી. ગતવર્ષે યોજાયેલ પાક્ષિક મહોત્સવમાં જિલ્લાની શાળા-કોલેજ, સંસ્થાનાં કર્મચારીઓ અને સ્વયંસેવકોએ મળીને કુલ ૮ લાખથી વધુ ફંડ એકત્રિત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત શ્લોક ગાનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના માનદ્ મંત્રીશ્રી લાભુભાઈ સોનાણીએ ફ્લેગ-ડે દરમિયાન સન્માંનિતોનાં કાર્યને બિરદાવી જિલ્લાભરની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે પ્રેરણાદાયી ગણાવી હતી. તેઓ  પ્રજ્ઞાચક્ષુનાં સર્વાંગી વિકાસ માટે સંસ્થા દ્વારા ભવિષ્યમાં કરવાના કાર્યો અને આયોજનોની માહિતી આપી હતી. તેમજ આગામી દિવસોમાં પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ પગભર બની શકે તે માટે જિલ્લાભરમાં વધુને વધુ રોજગારી બૂથોની સ્થાપના કરી પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને રોજગારી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેઓ પોતાના વક્તવ્યમાં સંસ્થા દ્વારા ચાલતા આ પરમાર્થનાં કાર્યમાં બહોળી સંખ્યામાં જોડાવવા માટે જિલ્લાની શાળા-કોલેજો, સંસ્થાઓ અને જાહેર જનતાને અપીલ કરી હતી.

આ પ્રસંગે સન્માનિત સંસ્થાઓ વતી  સર્વશ્રેષ્ઠ શાળાનાં શ્રી કંચનબેન થડોદા અને શ્રી સત્યનારાયણ વિદ્યાલય-સથરાનાં શ્રી મલયભાઈ જાનીએ પ્રાસંગિક ઉદ્બોધન કરી આ કાર્યમાં જોડાઈ શ્રેષ્ઠ કાર્ય કરવાનો સંતોષ વ્યક્ત કરી સંસ્થાને વધુ ને વધુ સહયોગ આપવા ખાતરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી નીતાબેન રૈયાએ કર્યું હતું. જ્યારે સ્વાગતવિધિ શ્રી હસમુખભાઈ ધોરડાએ અને આભારવિધિ શ્રી કિશોરભાઈ પંડ્યાએ કરી હતું. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રી પંકજભાઈ ત્રિવેદી, નીલાબેન સોનાણી, પી.એમ લાખાણી, ભાવેશભાઈ વાઘેલા  અને શ્રી પુષ્પાબેન ભટ્ટ સહીત બહોળી સંખ્યામાં વિશિષ્ટ શિક્ષકો અને આમંત્રિતો હાજર રહ્યા હતા.