જાણીતા સમાજ સેવકશ્રી લાભુભાઈ ટી. સોનાણી દ્વારા
લિખિત પુસ્તક
‘સંવેદનાની શોધ’નું વિમોચન કરવામાં આવ્યું.
જાણીતા કવિ કૃષ્ણકાન્ત દવેનાં વરદ્ હસ્તે પુસ્તકનું વિમોચન
શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ
શાળા-ભાવનગર ખાતે ગત તા. ૨૭/૦૪/૨૦૧૯ ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાના જનરલ
સેક્રેટરી અને જાણીતા સમાજ સેવકશ્રી લાભુભાઈ ટી. સોનાણી દ્વારા લિખિત ‘સંવેદનાની
શોધ’ પુસ્તકનું વિમોચન શ્રી પ્રવિણભાઈ મારુ (ધારાસભ્ય-ગઢડા) ની અધ્યક્ષતામાં
કરવામાં આવ્યું હતું. પુસ્તકનું વિમોચન જાણીતા કવિશ્રી કૃષ્ણકાંત દવેના વરદ્દ
હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અંધજન મંડળ
અમદાવાદનાં પૂર્વ આચાર્યશ્રી જસુભાઈ કવિએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે
‘લોકસંસાર દૈનિકમાં પ્રસિદ્ધ થતી ‘સંવેદનાની શોધ’ લેખમાળાનાં દ્વિતીય ચરણનાં
જુદા-જુદા વિષયો પર વાસ્તવિક અને કાલ્પનિક પ્રસંગોને આધાર બનાવી તૈયાર કરવામાં
આવેલ પુસ્તક ‘સંવેદનાનો શોધ’ દ્વારા લેખકશ્રી લાભુભાઈએ ઉત્તમ સમાજની રચના માટે
જુદા જુદા પ્રસંગો આધારિત સમાજમાં રહેલી સંવેદનાને ઉજાગર કરવાનો સંનિષ્ઠ પ્રયાસ
કર્યો છે.’ અતિથી વિશેષ તરીકે સંસ્થાના ઉપપ્રમુખશ્રી શ્રીકીર્તીભાઈ શાહે પ્રેરક
હાજરી આપી હતી. તેમજ સંસ્થાના પ્રમુખશ્રી શશીભાઈ આર. વાધર અને માનદ્ મંત્રીશ્રી
મહેશભાઈ પાઠકે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. પુસ્તક વિષે, તેમાં ઉલ્લેખાયેલા
વિવિધ પ્રસંગોની રસપ્રદ વાતો લેખકશ્રી
લાભુભાઈ સોનાણી કરી હતી. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી શ્રી પ્રવીણભાઈ મારુએ
પ્રાસંગિક પ્રવચન પાઠવ્યું હતું.
આ પ્રસંગે પુસ્તક વિમોચકશ્રી કૃષ્ણકાંત
દવેએ પોતાના ઉદ્બોધનમાં પુસ્તકમાં દર્શાવેલ વિવિધ પ્રસંગો અને ઘટનાઓને એક
ઉત્તમસમાજની રચના માટેનાં લાભુભાઈનાં આ પ્રયાસને અતિ મહત્વનો ગણાવ્યો હતો. જ્યારે
વર્તમાન સમાજની વિચારધારામાં મનુષ્ય-મનુષ્ય પ્રત્યે સંવેદનાની ઉણપ વર્તાય રહી છે
ત્યારે આ પુસ્તક દ્વારા લેખકશ્રીએ આપણી આજુબાજુ વિખરાયેલા અને જલ્દી નજરમાં ન આવે
તેવી માનવ સંવેદનાનાં સુગંધિત પુષ્પોને ચૂંટી આપવાનું પૂણ્ય કાર્ય કર્યું છે.