રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લાશાખા સંચાલિત
‘સ્વ. બકુલકુમાર બળવંતરાય સંઘવી
ધ્વનિમુદ્રણ કેન્દ્ર’નું
રંગારંગ કાર્યક્રમો સાથે ઉદ્દઘાટન થયું.
રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લાશાખા અને શ્રી
કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા ના સંયુક્ત ઉપક્રમે દ્વિદિવસીય કાર્યક્રમોનું આયોજન
કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમદિવસે તા ૩ માર્ચ,
૨૦૧૮ને શનિવારના
રોજ સાંજે ૭.૦૦ કલાકે પ્રજ્ઞાચક્ષુ બાળકોનો સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
હતો. જેમાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ વિવિધ ‘નૃત્ય
અને ગાયનો’ રજૂ
કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે
તારીખ ૪ માર્ચ,
૨૦૧૮ ને રવિવારના રોજ
રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લાશાખા સંચાલિત
સ્વ. બકુલકુમાર બળવંતરાય સંઘવી ધ્વનિમુદ્રણ કેન્દ્રની તખ્તીનું અનાવરણ શ્રી
રક્ષાબેન હરકિશનભાઇ મહેતા-મુંબઈ, શ્રી
દીપાબેન રવિચંદ્ર ગન્નેરી અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. For read more click here
Abhinandan to nab bhavnagar
ReplyDelete