સંસ્થાના જનરલ સેક્રેટરીશ્રી લાભુભાઈ સોનાણી લિખિત પુસ્તક 'સવેદનાની શોધ' નું વોમોચન (તા. ૨૭-૦૪-૨૦૧૯)


જાણીતા સમાજ સેવકશ્રી લાભુભાઈ ટી. સોનાણી દ્વારા 
લિખિત પુસ્તક ‘સંવેદનાની શોધ’નું વિમોચન કરવામાં આવ્યું.
જાણીતા કવિ કૃષ્ણકાન્ત દવેનાં વરદ્ હસ્તે પુસ્તકનું વિમોચન

શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા-ભાવનગર ખાતે ગત તા. ૨૭/૦૪/૨૦૧૯ ના રોજ યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાના જનરલ સેક્રેટરી અને જાણીતા સમાજ સેવકશ્રી લાભુભાઈ ટી. સોનાણી દ્વારા લિખિત ‘સંવેદનાની શોધ’ પુસ્તકનું વિમોચન શ્રી પ્રવિણભાઈ મારુ (ધારાસભ્ય-ગઢડા) ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. પુસ્તકનું વિમોચન જાણીતા કવિશ્રી કૃષ્ણકાંત દવેના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું.        
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અંધજન મંડળ અમદાવાદનાં પૂર્વ આચાર્યશ્રી જસુભાઈ કવિએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ‘લોકસંસાર દૈનિકમાં પ્રસિદ્ધ થતી ‘સંવેદનાની શોધ’ લેખમાળાનાં દ્વિતીય ચરણનાં જુદા-જુદા વિષયો પર વાસ્તવિક અને કાલ્પનિક પ્રસંગોને આધાર બનાવી તૈયાર કરવામાં આવેલ પુસ્તક ‘સંવેદનાનો શોધ’ દ્વારા લેખકશ્રી લાભુભાઈએ ઉત્તમ સમાજની રચના માટે જુદા જુદા પ્રસંગો આધારિત સમાજમાં રહેલી સંવેદનાને ઉજાગર કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે.’ અતિથી વિશેષ તરીકે સંસ્થાના ઉપપ્રમુખશ્રી શ્રીકીર્તીભાઈ શાહે પ્રેરક હાજરી આપી હતી. તેમજ સંસ્થાના પ્રમુખશ્રી શશીભાઈ આર. વાધર અને માનદ્ મંત્રીશ્રી મહેશભાઈ પાઠકે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું. પુસ્તક વિષે, તેમાં ઉલ્લેખાયેલા વિવિધ પ્રસંગોની રસપ્રદ વાતો લેખકશ્રી લાભુભાઈ સોનાણી કરી હતી. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી શ્રી પ્રવીણભાઈ મારુએ પ્રાસંગિક પ્રવચન પાઠવ્યું હતું.
    આ પ્રસંગે પુસ્તક વિમોચકશ્રી કૃષ્ણકાંત દવેએ પોતાના ઉદ્બોધનમાં પુસ્તકમાં દર્શાવેલ વિવિધ પ્રસંગો અને ઘટનાઓને એક ઉત્તમસમાજની રચના માટેનાં લાભુભાઈનાં આ પ્રયાસને અતિ મહત્વનો ગણાવ્યો હતો. જ્યારે વર્તમાન સમાજની વિચારધારામાં મનુષ્ય-મનુષ્ય પ્રત્યે સંવેદનાની ઉણપ વર્તાય રહી છે ત્યારે આ પુસ્તક દ્વારા લેખકશ્રીએ આપણી આજુબાજુ વિખરાયેલા અને જલ્દી નજરમાં ન આવે તેવી માનવ સંવેદનાનાં સુગંધિત પુષ્પોને ચૂંટી આપવાનું પૂણ્ય કાર્ય કર્યું છે.

‘જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા’ પુસ્તકનાં પ્રેરક પ્રસંગો આધારિત ‘રાજ્ય પારિતોષિક સ્પર્ધા’નાં વિજેતા સ્પર્ધકોને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પારિતોષિકોનું વિતરણ

 જીવનનો ધબકાર-મારી સ્મરણયાત્રા’ પુસ્તકનાં પ્રેરક પ્રસંગો આધારિત ‘રાજ્ય પારિતોષિક સ્પર્ધા’નાં વિજેતા સ્પર્ધકોને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પારિતોષિકોનું વિતરણ.
-         રાજ્યનાં જુદા-જુદા પ્રાંતોમાંથી 160 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી 47 સ્પર્ધકો ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશવામાં સફળ રહ્યા હતા.
તા. 27/04/2019 નાં ભાવનગરની પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી કૃષ્ણકુમારસિંહજી ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખાનાં સંયુક્ત ઉપક્રમે દ્વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  જે અંતર્ગત ‘જીવનનો ધબકાર મારી-સ્મરણ યાત્રા’ પુસ્તકના પ્રેરક પ્રસંગો આધારિત રાજ્યસ્તરની રાજ્ય પારિતોષિક સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં વિભાગવાર વિજેતા બનેલ સ્પર્ધકોને પ્રથમ ક્રમે આવેલ સ્પર્ધકને રૂ. 21000/-, દ્વિતીય ક્રમે આવેલ સ્પર્ધકને રૂ. 15000/- અને તૃતીય સ્થાને આવેલ સ્પર્ધકને રૂ.11000/-નાં રોકડ પુરસ્કાર સાથે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા તેમજ ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશનાર તમામ સ્પર્ધકોને રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
બે તબક્કામાં યોજાયેલી આ રાજ્યસ્તરની સ્પર્ધામાં વિભાગ (અ) માંથી પ્રથમ સ્થાને ચૌહાણ વિરલબેન વલ્લભભાઈ, દ્વિતિય સ્થાને મકવાણા મિત્તલ જીવણભાઈ અને ચાંદેગરા ક્રિશ્ના દેવરાજભાઈ તૃતિય સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા જ્યારે વિભાગ (બ) માંથી પ્રથમ સ્થાને ગોહિલ કિંજલબેન તખતસિંહ, દ્વિતિય સ્થાને વાળા મનહરભાઈ ભરતભાઈ અને જયરાજસિંહ ટી. ગોહિલ તૃતિય સ્થાને તેમજ વિભાગ (ક) માંથી પ્રથમ સ્થાને તખતસિંહ દાનસિંહ ગોહિલ, દ્વિતિય સ્થાને મહેતા જયેશભાઈ પ્રતાપભાઈ  અને પાઠક અર્ચિતાબેન વિષ્ણુપ્રસાદ તૃતિય સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા. જેમાં સમગ્ર રાજ્યભર માંથી 160 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાંથી કુલ 47 સ્પર્ધકો સ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ શ્રી પ્રવીણભાઈ મારું, ધારાસભ્ય-ગઢડાનાં અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.આ પ્રસંગે જાણીતા કવિ શ્રી કૃષ્ણકાંત દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના જનરલ સેક્રેટરી તેમજ પુસ્તકના લેખક શ્રી લાભુભાઈ સોનાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે યુવા અવસ્થા દરમિયાન જ પ્રજ્ઞાચક્ષુઓ અને અન્ય વિકલાંગ વ્યક્તિઓ પ્રત્યે સંવેદના નો ભાવ જાગે અને વિકલાંગોની વિશિષ્ટ શક્તિઓના આધારે તેઓને સહકાર આપી ઊત્તમ સમાજની રચના માટેનો આ પ્રયોગ ખૂબ જ સફળ નીવડ્યો છે.
સમગ્ર સ્પર્ધા દરમિયાન ચેરમેન તરીકે અંધજન મંડળ-અમદાવાદના પૂર્વ આચાર્યશ્રી  જશુભાઈ કવિએ  તેમજ નિર્ણાયકો તરીકે રાજેશભાઈ વડેરા,બળવંતભાઈ તેજાણી,  બીપીનભાઇ ત્રિવેદી  તથા બીપીનભાઈ  પંડ્યાએ નિર્ણાયક તરીકેની ઉત્કૃષ્ટ સેવા આપી હતી. 

ચૌહાણ વિરલબેન વલ્લભભાઈ,


મકવાણા મિત્તલ જીવણભાઈ


ચાંદેગરા ક્રિશ્ના દેવરાજભાઈ 


જયરાજસિંહ ટી. ગોહિલ 


વાળા મનહરભાઈ ભરતભાઈ


ગોહિલ કિંજલબેન તખતસિંહ


પાઠક અર્ચિતાબેન વિષ્ણુપ્રસાદ


મહેતા જયેશભાઈ પ્રતાપભાઈ 


તખતસિંહ દાનસિંહ ગોહિલ,